મેઘદૂત ઓપરેશન (કોટી કોટી વંદન વીર જવાનો ને )
મેઘદૂત ઓપરેશન
મિત્રો , પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે આપણાં ભારતીય
વીર જવાનો હંમેશા યોદ્ધા ની જેમ સજ્જ હોય
છે .આપણી ભારતીય સેનાનો મુખ્ય ઉદેશ્ય જ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા
અને અખંડિતતા રાખવાનો છે. તથા રાષ્ટ્રને બહાર આક્રમણો અને આંતરિક જોખમો સામે રક્ષણ
કરવાનો છે. આ ઉપરાંત આપણી સીમાઓ પર શાંતિ અને સલામતી બની રહે તે જોવાનું છે.તથા દેશમાં
કુદરતી આફતો સમયે , તથા અન્ય આંતરિક અશાંતિ સમયે , અને જાનમાલનાં બચાવ અભ્યાનો પણ ચલાવે
છે. આ બધાજ કાર્યો દેશ ની ત્રણ પાંખ કેજે છે, ભૂમિદળ, વાયુદળ ,અને નૌકાદળ જે
હમેશાં તત્પર રહે છે દેશ ની રક્ષા કરવા માટે એમના દ્વારા થાય છે.
તો
આજે આપણે ભૂમિદળ અને વાયુદળ ના સંયુક્ત
સાહસ અને અદભૂત શૌર્ય ની વાત કરવાના છીએ જેમાં
આપણા ભારતીય સેનાના વીર જવાનોએ સૌથી વેરાન જગ્યા પર આન
,બાન ,અને શાન થી તિરંગો લહેરાવ્યો . દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર
એટલેકે “સિયાચીન ગ્લેશિયર” ( સિયા નો
બાલ્તી ભાષામાં અર્થ “જંગલી ગુલાબ “ તથા
ચીનનો બાલ્તી ભાષામાં અર્થ “ભરમાર” થાય છે,આમ સિયાચીનનો શાબ્દિક અર્થ “જંગલી ગુલાબો ની ભરમાર” એવો
થાય છે ) પર પોતાના જીવનાં જોખમે આ ઓપરેશન મેઘદૂત અદભૂત સાહસ અને
શૌર્ય સાથે સફળ કર્યું .
તો
કેવું રહ્યું હતું આ ઓપરેશન.... અને
કેવીરીતે આપણા વીર યોદ્ધાઓએ પાકિસ્તાનના નાપાક મનસૂબા પર પાણી ફેરવી દીધું . આવો
જાણીએ પરિક્ષાલક્ષી મુદ્દાઓની ઢબ થી મેઘદૂત ઓપરેશન.
પ્રસ્તાવના :
· ભારતીય સેનાનો ઇતિહાસ ગૌરવવંતો
અને જ્વલંત વિજયોથી ભરેલો છે.એવો જ ઇતિહાસ ભારતીય ભૂમિદળ અને વાયુદળ ના જવાનોએ મેઘદૂત
ઓપરેશન કરી ને સર્જ્યો .
·
હવે આ જે ઓપરેશન છે એની શરૂઆત ૧૩ એપ્રિલ ૧૯૮૪નાં વૈશાખી ના દિવસ થી શરૂ થાય છે.
·
હવે હકીકત માં પાકિસ્તાન
આપણા સિયાચીન પર ચડાઈ કરીને , તેના પર કબજો કરવાની તૈયારીમાં હોય છે. અને તે
દરમ્યાન આપણા ભારતીય સૈન્ય ને તેની જાણ થાય છે.
·
બસ પછી તો શું , આપણા
ભારતીય વીરજવાનો થઈ જાય છે સજ્જ અને પાકિસ્તાન કબજો લે એ પહેલા જ આપણા ભારતીય વીર
યોદ્ધાઓ એ જગ્યા પર આપણો તિરંગો લહેરાવી દે છે. પણ એના માટે કેટલી મુશ્કેલીઓ નો
સામનો આપણા જવાનો એ કર્યો અને શું શું પરિસ્થિતિ બની આ સમગ્ર ઓપરેશન દરમ્યાન તેની
નોંધ લેવી જરૂરી બને છે.
શિયાચીન વિસ્તાર ની ભૌગોલિક પરિસ્થિતિ :
·
આ સિયાચીન ગ્લેશિયર
(હિમનદી) એ ૭૮ કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં આવેલ છે.
· આ ગ્લેશિયર ભારતના હિમાલય તંત્ર ની અંદર કારાકોરમ શ્રેણી માં આવેલ છે. એટલે કે ઈન્દિરાકોલ (ટ્રાઇ જંકશન જેને કહે છે)કારકોરમ પાસ તથા NJ૯૮૪૨ પોઈન્ટથી ત્રિકોણ આકારમાં છે. જેની નીચે નકશા દ્વારા સમજૂતી મેળવીએ.
·
સિયાચીન ગ્લેશિયર પર એક તરફ પાકિસ્તાનની સરહદ છે. તો બીજી તરફ ચીનનું અક્ષાઈ ચીન આ વિસ્તારને અડે
છે. જે ઉપર ની આકૃતિ દ્વારા ખ્યાલ આવે છે.
·
આ ગ્લેશિયર ૫૭૦૦ મીટર ની
ઊંચાઈએ આવેલ છે. આથી આને દુનિયા ની સૌથી ઊંચી
રણભૂમિ પણ કહી શકીએ.
·
અહી નું તાપમાન દિવસે ૦ થી
-૪૦ ડિગ્રી અન્ર રાત્રિ માં -૫0 થી -૬0 ડિગ્રી સુધી પણ જતું રહે છે.
·
આ વિસ્તાર ૩૩ હજાર ચોરસ
કિલોમીટર માં ફેલાયેલો છે. અહી સતત બરફવર્ષા થતીજ રહે છે. અને અહી બરફ ના ૫ થી ૭
ફૂટ ના સ્તર પણ જામી જાય છે, જેથી અહી વારંવાર
હિમસ્ખલણ થવું જાણે સામાન્ય છે. અહી આવી અવાર નવાર કુદરતી આફતો આવતી રહે છે. જેથી
અહી માનવ વસવાટ કે માનવીય પ્રવૃતિ એ શક્ય જ નથી .
·
તેથી અહીયા પહેલા કોઈ જ
સેના ન હતી . કેમ કે આ સ્થળ રહેવાલયક નથી એવું એની ભૌગોલિક પરિસ્થિતિ ના આધાર પરથી ખ્યાલ આવે.
·
છતાં પણ , ભૌગોલિક રીતે આ
વિસ્તાર ભારત અને પાકિસ્તાન બંને માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.
·
આ જગ્યા પર કબજો ધરાવી
પાકિસ્તાની સૈન્ય પોતાની યુદ્ધ ની સ્થિતિ માં મજબૂતી લાવવા માંગતું હતું.
·
જો આ વિસ્તારનો પાકિસ્તાને કબજો કરી લીધો હોત તો પાકિસ્તાન અને ચીનની સરહદ મળી
જાત.
·
ચીન અને
પાકિસ્તાનને આ ગઠજોડ ભારત માટે સુરક્ષા ની દ્રષ્ટિ એ બહુ
ખતરનાક સાબિત થઈ શકે તેમ હતું.
ભારત પાકિસ્તાન ના પ્રથમ યુદ્ધ
ની પૂર્વ ભૂમિકા :
·
હવે વાત કરીએ ૧૯૪૭ ની જેમાં
ભારત –પાકિસ્તાનના ભાગલા પડે છે, જેમાં અમુક હિસ્સો પાકિસ્તાન ને અને અમુક હિસ્સો ભારત ને આપવામાં આવે છે.
ત્યારે ભારત નાના નાના દેશી રાજવાડાઓ માં વહેચાયેલું હોય છે.
·
એમાં આપણા ગૃહમંત્રી હોય
છે સરદાર પટેલ એમના પ્રયાસ થી મોટાભાગ ના રજવાડા ભારત જોડે જોડાવા તૈયાર થઈ
જાય છે. પરંતુ અમુક સ્ટેટ એવા હોય છે જેને ના ભારત તરફ
જોડાવું હોય છે કે ના પાકિસ્તાન તરફ . એમાં મુખ્ય જુનાગઢ , હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર હોય
છે.
·
તેમાંનું એક સ્ટેટ જમ્મુ –કાશ્મીર
જે નાં રાજા હોય છે હરિસિંગ ડોગરા તેમને
પોતાનું સ્ટેટ સ્વતંત્ર રાખવું હોય છે.
·
હવે એવામાં તે ભારત સરકારે
મોકલેલા ભારત સંઘ તરફ જોડાવાના પ્રસ્તાવ ને અસ્વીકારી દે છે. અને ત્યાં બીજી બાજુ
પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર હુમલો કરી નાખે છે.
·
હવે રાજા અહી મુંઝાય છે
એમને પાકિસ્તાન તરફ તો બિલકુલ નથી જવું હોતું, એ પ્રયત્ન કરે છે સામનો કરવાનો પણ
નિષ્ફળ રહે છે કેમ કે એમનાં સૈન્ય માં મોટાભાગ ની મુસલીમ પ્રજા હોય છે જે પાકિસ્તાન જોડે લડવા તૈયાર થતી નથી
ત્યાં સુધી પાકિસ્તાની સેનાં જમ્મુના ઉપરના ભાગે કબજો કરી લે છે.
· તેથી તે ભારત પાસે સૈન્ય
ની સહાયતા માંગે છે , તેથી થોડી રાજનીતિ થી એ વખત નાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
અને ગૃહપ્રધાન સરદાર પટેલ કહે છે કે તમે ભારત માં જમ્મૂ કાશ્મીર ને ભેળવી દો અને
આખરે રાજા અમુક શરતો દ્વારા તૈયાર થઈ જાય છે. અને તે INSTRUCTION OF ACCESSION (IOA )પર SIGNATURE કરી દે છે .
·
ભારત તેમની મદદે સૈન્ય
મોકલી આપે છે. અને ત્યારથી જમ્મુ કાશ્મીર ભારતનું અંગ બની જાય છે . અને ત્યારથી જ ભારત અને પાકિસ્તાનનું પ્રથમ યુદ્ધ અસ્તિત્વ માં આવે
છે .
·
આ યુદ્ધ લાંબુ ચાલે છે અને
૧ જાન્યુઆરી ૧૯૪૯ ના રોજ આ યુદ્ધનો વિરામ
તો થાય છે. જેમાં મધ્યસ્થી હોય છે UNITED NATION (UN ).
·
પરંતુ ત્યાં સુધી આ જમ્મુ
કાશ્મીરનો અત્યારનો (POK) વાળો ભાગ પાકિસ્તાન પોતાના હસ્તક કરી
લે છે. અને ત્યારે અસ્તિત્વ માં આવે છે PAKISTAN
OCCUPIED KASHMIR હાલ નું (POK) .
·
હવે ફરી પાકિસ્તાન અને ભારત તરફ થી ૨૭ જુલાઇ ૧૯૪૯ નાં રોજ એક કરાંચી એગ્રીમેન્ટ થાય છે. જેમાં જાણાવાય છે કે
પાકિસ્તાને જે હિસ્સો જમ્મુ કાશ્મીરનો લઈ
લીધો છે તે એમની તરફ રહેશે અને ત્યાં થી એક લાઇન ખેચવામાં આવે છે જે એક પોઈન્ટ સુધી હોય છે જેનું તાત્કાલિક નામ આપે છે NJ૯૮૪૨ જેને “સીઝ ફાયર લાઇન(યુદ્ધ વિરામ લાઇન”)કહેવાય છે. ધ્યાન રાખજો કે હજી સુધી (LOC) નામ પડ્યું નથી.
·
હવે સમય વીતે છે ૧૯૬૨ માં ફરી એક યુદ્ધ થાય છે ભારત અને ચીન વચ્ચે.જેમાં અક્ષાઇસ
ચીન નો વિસ્તાર ચીન કબજે કરી લે
છે.
·
અને ૧૯૬૨ પછી ચીન અને પાકિસ્તાન ના સબંધો સારા એવા થાય છે. જેમાં સિયાચીનગ્લેશિયર ની ઉપર નો સારો એવા કિમીનો ભાગ પાકિસ્તાન ચીન ને આપી દે છે.
·
હજી સુધી સિયાચીન ગ્લેશિયર
પર કોઈ ની નજર પડી નથી . હવે સમય વીતે છેતેમ તેમ
૧૯૭૧ આવે છે તેમ ફરી ભારત અને પાકિસ્તાન
વચ્ચે યુદ્ધ થાય છે. (જેમાં બાંગ્લાદેશ ના ભાગલા કરવા આ યુદ્ધનો હેતુ હોય છે, જેમાં બાંગ્લાદેશ પાકિસ્તાન થી
અલગ પડે છે.) અને ૧૯૭૧ માં બાંગ્લાદેશ અલગ પડે છે,
·
પરંતુ ૧૯૭૨ માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક શિમલા કરાર થાય છે. (પાક. ના વડાપ્રધાન જુલફીકર અલી ભટ્ટો અને
ભારત ના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વચ્ચે ) અહી એક
મહત્વ ની ઘટના બને છે, જેમાં “સીઝ ફાયર લાઇન” જે આપણે આગળ જોઈ એનું
નામ હવે NJ૯૮૪૨ સુધી ની
જે હોય છે જેનું LOC નામ હવે આપવામાં આવે
છે .
·
હવે થોડા સમય બાદ યુરોપ ના લોકો જે પર્વતારોહણનો શોખ
ધરાવે છે. જે ભારત ના મોટા મોટા શિખરો પર
નજર નાખે છે. અને આ સિયાચીન વિસ્તાર ના
શિખરો પર એમની નજર પડે છે જેથી
અમુક લોકો પાકિસ્તાન સરકાર
દ્વારા પરમીશન માંગે છે, હવે પાક
. ને થાય છે કે સિયાચીન ગ્લેશિયર તો અમારું છે અને તે જે LOC ની લાઇન છેક સિયાચીનસુધી લંબાવી એમનો અધિકાર છે એવું જણાવી
દે છે. અને પર્વતારોહણ કરનાર ને પરમીશન આપવા
લાગે છે,
·
આ બાજુ ભારત તરફ જે લોકો
પર્વતારોહણ માટે આવે છે. એમાં ભારત પરમીશન આપવાનું ચાલુ રાખે છે, આવું ઘણાં લાંબા
સમય સુધી ચાલે છે,
મેઘદુત ઓપરેશન ની જરૂરિયાત :
·
હવે આ બધી પ્રક્રિયાઓ માં
ભારત ને પોતાની જાસૂસી સંસ્થા રો દ્વારા
જાણવા મળે છે કે
પાકિસ્તાન આપણા સિયચીન ગ્લેશિયર પર નજર રાખી બેઠું છે અને એનાં સૈન્ય દ્વારા હુમલો
કરી તેને કાયમી માટે પોતાના કબજામાં કરવા
માંગે છે,
·
આ વખતે સરકાર ઇન્દિરા
ગાંધી ની હોય છે, એ વખતે ઇન્દિરા ગાંધી આ
સમસ્યા ના સમાધાન માટે લેફ્ટનન્ટ જનરલ પ્રેમનાથ
હૂણ ને ચુંટે છે અને એમના દ્વારા આપણું મેઘદૂત ઓપરેશન સામે
આવે છે.
મેઘદુત ઓપરેશન ની સફળતા :
·
“મેધદુત” એ ઓપરેશન નું કોડ નામ છે. હવે આ નામ આપણા સંસ્કૃત ના મહાન કવિ કાલિદાસ ની કૃતિ મેધદુત (જે ખાંડ કાવ્ય છે.) પર થી
લેવામાં આવ્યું છે.
·
ઇન્દિરા ગાંધી પ્રેમનાથ હુણ ને લંડન મોકલે છે.એટલા માટે જો સિયાચીન
ગ્લેશિયર પર ચડાઈ કરવી હોય તો આપણા જવાનો ને અમુક પ્રકાર ના વસ્ત્ર અને તાલીમ
જોઈએ
·
આપણે આગળ જોયું કે આ વિસ્તાર
અત્યંત ઠંડો છે ત્યાં સામાન્ય કપડાં માં
માનવ માટે જવું મુશકેલ છે, તેના માટે એની
કીટ જોઈએ . જે કીટ નું નામ છે “આર્કટિક ગિયર”
·
આ આર્કટિક
ગિયર અને ઈક્વિપમેન્ટ ખરીદવા પ્રાણનાથ ત્યાં જાય છે પણ એ જ્યાં થી કીટ ખરીદવાના હોય છે ત્યાંથી જ પાકિસ્તાને ૧૫૦ કીટનૉ ઓર્ડર પહેલાજ આપેલ છે,
·
હવે આવી જાણકારી મળતા ભારત
સજાગ થઈ જાય છે. તેથી આ ઓપરેશનમાં ઝડપ
કરવામાં આવે છે.
·
અહી જવા ૧૩ એપ્રિલના દિવસે
આપણી ટુકડીઓ તૈયાર થાય છે. જુદી જુદી ટુકડીઓ બનવવામાં આવે છે જેના નામ છે “ કુમાઉ રેજિમેન્ટ” , “લદાખ સ્કાઉટ” , “પેરા
ટ્રુપર્સ” તથા “ભારતીય વાયુ” સેનાં દ્વારા મહત્વપૂર્ણ સહકાર આપવામાં આવે છે.
·
આમ આ ઓપરેશન ને આપણી
વાયુસેના અને ભૂમિસેના , તથા પેરામિલેટરી બધા ના સયુક્ત પ્રયાસથી એક ટીમ તૈયાર થાય છે.
·
અને ૧૭ એપ્રિલ આવતા આવતા
ત્યાંનાં આખા વિસ્તાર પર ભારત કબજો જમાવી લે છે. અને સિયાચીનગ્લેશિયર ને ભારત ના
તાંબા હેઠળ લઈલે છે.
·
હવે એક અચંબાની વાત
પાકિસ્તાન માટે અને આપણા માટે એ છે કે
પાકિસ્તાન ૧૭ એપ્રિલે સિયાચીન ગ્લેશિયર માટે નું ઓપરેશન સમાપ્ત કરવાનું હોય છે .અને
તે મિશનનું નામ આપે છે અબાબીલ .
·
પણ ભારત ૧૩ એપ્રિલે જ સિયાચીનપર
ભારતનો ઝંડો લહેરાવી દે છે. એ વાત ખુદ પાકિસ્તાન ના પૂર્વ રાષ્ટપતિ મુશરફએ એમની
બૂક “ઇન ધ લાઈફ ઓફ કંટ્રોલમાં” કહી છે..
·
પરંતુ માત્ર વાત અહીજ નથી
અટકતી ભારત ની જીત થી પાકિસ્તાન બેબાકળું બની
જાય છે અને ફરી ૧૯૮૭ માં સિયાચીન ગ્લેશિયર
ની સૌથી ઊચી જગ્યા તેનું નામ આપે
છે પાકિસ્તાન “ક્વાઇબ પોસ્ટ” .
·
હવે ફરી ભારત ને અહી આ
પોસ્ટ મેળવવા મહેનત કરવી પડે છે કેમ કે જો એ પોસ્ટ ભારત ના જીતી શકે તો સિયાચીનગ્લેશિયર
પાકિસ્તાનમાં જતું રહે. અને મેઘદૂત ઓપરેશનનો કોઈ જ અર્થ ના રહે.
·
હવે ફરી ભારત રાજીવ ઓપરેશન દ્વારા સૂબેદાર બાનાશીંગ ની આગેવાની
હેઠળ આ પોસ્ટ ને પોતાના હસ્તક કરે છે અને
ફરી સિયાચિન ને ભારત માં ભેળવી દે છે. એમના નામ પરથીજ આ પોસ્ટ ની નામ “બાનાં પોસ્ટ” કરવામાં આવે છે.
·
અને ત્યાર થી દુનિયાની
સહુથી ઊંચી પોસ્ટ હાલ પણ આ “બાના પોસ્ટ” ભારત ની શાન છે. હા પાકિસ્તાન હજુ સુધી આ ગ્લેશિયર ને મેળવવા ફાંફાં માર્યા
કરે છે. કહેવાય છે કે ૧૯૯૯માં જે કારગિલ યુદ્ધ થયું હતું એ પણ આ સિયાચિનને મેળવવા માટે નો એક ભાગ
હતો.અત્યારે ‘NJ૯૮૪૨’ થી ‘ઈન્દિરાકોલ’ સુધીની લાઇન ને “ACTUAL GROUND POSITIONING
LINE”(AGPL ) તરીકે ઓળખવામાં આવે છે.આ લાઇન ગોંગલા ,બિયફોનદલા તથા સિયાલા જેવા મહત્વના
પાસ સાથે જોડાયેલી છે. જે દિવસ –રાત ભારતની પાયદળસેનાં પહેરો આપે છે . તથા તેની બિલકુલ નીચે “POK”માં પાકિસ્તાની સેનાં પહેરો આપે છે . પાકિસ્તાન હજી પણ આ
રેખાને વાસ્તવિક ના માનતા કારાકોરમ સુધીની રેખા સુધી પોતાનો અધિકાર સમજે છે . તથા સિયાચીન હજી પણ ભારત પાકિસ્તાન માટે વિવાદિત ક્ષેત્ર બની ને રહ્યું છે.
સારાંશ :
·
આમ , ત્યારથી
- આજદીન સુધી ભારતીય સેના સિયાચીનના દૂરગમ પહાડો પર અનેક મુશ્કેલીઓ સહન
કરીને પણ આપણી રક્ષા કરે છે. સિયાચીનની ભૌગોલિક બનાવટ જ એવી છે કે ભારત બાજુથી સિયાચીન ઉંચાઈ પર છે અને
ત્યાં પહોંચવા માટે મોટી ચડાઈ કરવી પડે છે. તેથી ઓપરેશન
મેઘદૂતને ઘણું કઠિન માનવામાં આવ્યું હતું .જ્યારે
પાકિસ્તાનની બાજુથી આ ઉંચાઈ ઘણી ઓછી છે.
·
તેથી સૌથી મહત્વનું એ છે કે, આટલી ઉંચાઈથી બન્ને દેશોની ગતિવિધિઓ પર નજર રાખવી પણ આસાન છે. ભારતીય જવાનો પાકિસ્તાની જવાનોની આગળ રહ્યા. તેથી દુનિયાભરમાં જે સફળ યુદ્ધ થયા તેમાં ઓપરેશન મેઘદૂતનું પણ નામ છે.
તેથી સૌથી મહત્વનું એ છે કે, આટલી ઉંચાઈથી બન્ને દેશોની ગતિવિધિઓ પર નજર રાખવી પણ આસાન છે. ભારતીય જવાનો પાકિસ્તાની જવાનોની આગળ રહ્યા. તેથી દુનિયાભરમાં જે સફળ યુદ્ધ થયા તેમાં ઓપરેશન મેઘદૂતનું પણ નામ છે.
·
આ આપણી તરફથી એક અલગ જ યુદ્ધ
હતું. જેમાં ભારતીય જવાનોએ માઈનસ -૫0થી માઈનસ -૬0 ડિગ્રી તાપમાનમાં સૌથી ઉંચા પહાડો પર જઈ ફતેહ મેળવી હતી.
·
આ ઉપરાંત આજ સુધી આ જગ્યા પર આપણા જવાનો આપણે ચેનથી રહી શકીએ તે માટે ત્યાં અડીખમ
છે. મહિને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિના લીધે હિમસ્ખલન થી ૨થી ૩ જવાનો માતૃભૂમિ ની
રક્ષા કાજે શહિદ થાય છે.
·
તેથી જ તો બધાભારતીયો જનમો જનમ સુધી એ જવાનોના ઋણી રહીશું કે, જેમણે આપણી આન બાન અને શાન હંમેશા માટે જાળવી રાખી છે. એવા ભારતનાં વીર યૌદ્ધાઓને કોટિ કોટિ વંદન.
તેથી જ તો બધાભારતીયો જનમો જનમ સુધી એ જવાનોના ઋણી રહીશું કે, જેમણે આપણી આન બાન અને શાન હંમેશા માટે જાળવી રાખી છે. એવા ભારતનાં વીર યૌદ્ધાઓને કોટિ કોટિ વંદન.
જય હિન્દ
CREATOR : VAISHALIBA VAGHELA
EDITOR : HETALBA VAGHEL
Comments
Post a Comment