નાલંદા વિદ્યાપીઠ
નાલંદા વિદ્યાપીઠ
પ્રસ્તાવના
:
- પ્રાચીન ભારતમાં ઉચ્ચ શિક્ષાનું સર્વાધિક મહત્વનું કેન્દ્ર ગણાતી પ્રાચીન વિદ્યાપીઠ.
- જેને વર્ષ 2016માં વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવિષ્ટ કરવામાં આવી એવી ભારતની અતિ પ્રાચીન વિશ્વવિદ્યાલય એટલે ભારતની નાલંદા વિદ્યાપીઠ.
- ભારતની નાલંદા વિદ્યાપીઠનો પ્રાચીન કાળથીજ દબદબો રહ્યો હતો.
- જે તે સમયે માત્ર જ્ઞાન માટેનું મંદિર જ નહીં , પણ સુંદરતા અને કલાત્મકતા ની વાતમાં પણ નાલંદા વિશ્વવિદ્યાલય અગ્રેસર સ્થાન ધરાવતી હતી.
ઉદભવ અને વિકાસ :
- નાલંદા વિદ્યાપીઠના અવશેષો બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના રાજગીરી નજીકમાં 11 કિમીના અંતરે પ્રાપ્ત થયેલા છે.
- આ અવશેષો 14 હેક્ટર માં ફેલાયેલા છે. અને મળેલ અવશેષો પરથી વિદ્યાપીઠનું બાંધકામ લાલ પત્થરો થી થયેલું હસે એવું લાગે છે.
- હવે આ અવશેષો અલેકજેન્ડર કેનિગહામ નામના પૂરાતત્વવિદે શોધેલા છે.
- આ ઉપરાંત ઇસુની સાતમી સદીમાં ચીનથી ભારતના પ્રવાસે આવેલા હ્યુ-એન-ત્સાંગ અને ઇત્સિંગ આ નાલંદા વિદ્યાપીઠ અંગે ઉલ્લેખ કર્યો હતો .
- આ અંગેનો ઉલ્લેખ હ્યુ-એન-ત્સાંગે એમની પુસ્તક સી યુ કી માં અને ઇત્સિંગે એમની પુસ્તક ભારત તથા મલય દ્વીપ પૂંજ માં પ્રચલિત બૌદ્ધ ધર્મ નું વિવરણ .માં નોંધેલ છે.
- આ બંને પ્રવાસીઓ નાલંદા ના એક સમય ના વિધાર્થીઓ હતા.
- હવે આ વિદ્યાપીઠ ની સ્થાપના 5મી સદી માં થઈ હશે એવું માનવમાં આવે છે .
- હ્યુએન સાંગ અને ઇત્સિંગ ના યાત્રા વૃતાંત (પુસ્તક) પર થી ખ્યાલ આવે છે
કે નાલંદા વિશ્વવિદ્યાલયનો પાયો ગુપ્તવંશના રાજા
કુમારગુપ્ત પહેલાએ નાખેલો હતો.
- આ ઉપરાંત નાલંદા માંથી ગુપ્ત શાશકો ના સિક્કા મળી આવ્યા છે , જેના પર થી પણ આપણે નાલંદાના ઉદભવ ની માહિતી મેળવી શક્યા.
- તેમણે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એક મઠ બંધાવેલો અને બાદમાં તેમના પુત્રએ વિશ્વવિદ્યાલયમાં પરિવર્તિત કર્યો હતો.
- તથા નાલંદા વિદ્યાપીઠ માત્ર એક મઠ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિની સ્થાપત્યકળાનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
- આ નાલંદા વિદ્યાપીઠ નું સરક્ષણ ગુપ્ત, હર્ષવર્ધન અને પાલ શાશકો દ્વારા થયેલું મનાય છે.
- નાલંદા વિદ્યાપીઠ 1600 મીટર લાંબી અને 800 મીટર પહોળાઈમાં ફેલાયેલી હતી
- વિદ્યાપીઠમાં સાત મોટા અને ત્રણસો જેટલા નાના ઓરડા આવેલા હતા .
- આ ઉપરાંત અનેક બહુમાળી સ્તૂપો અને મંદિરો તથા અગિયાર વિહારો, પણ આવેલા હતા
- પ્રવેશદ્વાર માટે એક મંડપ આકારની રચના હતી જેની દીવાલો પર પૂજાસ્થાન હશે.
- અને અભ્યાસ માટે ઓરડાઓ સિવાય ચિંતન માટે ગુફાઓ અને એક વિશાળ પુસ્તકાલય પણ હતું.
- અહીં ધર્મગંજ નામનું વિશાળ પુસ્તકાલય હતું. જે આકર્ષણ નું કેન્દ્ર હતું . જેના નવ માળ હતા . તથા આ પુસ્તકાલય ના ત્રણ વિભાગ હતા જે 1) રત્નસાગર 2) રત્નોદધિ અને 3) રત્નરંજકનાં નામથી ઓળખાતા હતા અહીં ના પુસ્તકાલયો માં હજારોથી વધુ પુસ્તકો અને ૯0000 જેટલી પાંડુ લિપિઓ હતી. આ પરથી અંદાજો લગાવી શકાય કે અહીં પુસ્તકોની કેટલી ભરમાર હશે.
- અહીં 10000 વિધાર્થીઓ ની સામે 2000 જેટલા શિક્ષકો હતા.
- અહીં તક્ષશિલા જેવા જ વિષયો ભણાંવવામાં આવતા જેમકે ઇતિહાસ ,વિજ્ઞાન ,ગણિત , વ્યાકરણશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર ,જ્યોતિષશાસ્ત્ર, વાણિજ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વેદ, હેતુવિદ્યા, શબ્દવિદ્યા વગેરે જેવા અનેક વિષયો ભણાવવામાં આવતા.
- તથા ખગોળશાસ્ત્ર પર તો અલગ થી વિભાગ હતો અને એના પર થી સંશોધન પણ સારા એવા કરવામાં આવતા.
- આ વિશ્વવિદ્યાલય નો મુખ્ય ઉદેશ્ય હતો ધ્યાન અને આધ્યાત્મકતા માટે સ્થાન બનાવું
- અહીં બુદ્ધ ધર્મ ની મહાયન શાખા જે ગણાય છે તેનો પ્રભાવ વધુ જોવા મળે છે, આ ઉપરાંત અહી હીનયાન શાખા, અને હિંન્દુ ધર્મના વિચારોનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો .
- અહીં અભ્યાસ એકદમ નિ:શુલ્ક હતો , હવે જેમ તક્ષશિલામાં અનુદાન આવતું હતું એમ અહીં પણ જે શાશકોએ સંરક્ષણ આપ્યું હતું એમના દ્વારા વિશ્વવિદ્યાલય ને અનુદાન આપતું , અને આજુબાજુ ના ગામો દ્વારા પણ અનુદાન કરવામાં આવતું હતું.
- નાલંદામાં અભ્યાસઅર્થે આવનારાઓમાં ચીન, જાપાન, તિબેટ, મંગોલિયા, કોરિયા, અને મધ્ય એશિયાના દેશોના વિદ્યાર્થીઓ પણ આવતા હતા. એટલે કે વિચારો મિત્રો આની ખ્યાતિ કેટલી ભવ્ય રહી હશે .
- તથા અહીં પ્રવેશ મેળવવા ના નિયમો સખત કડક હતા. ત્રણ પરીક્ષાઓ ઉતીર્ણ્ કરવી પડતી. ત્યાર બાદ જ પ્રવેશ આપતો, આ ઉપરાંત અહીં ના આચાર્ય ને મળવા માટે પણ દ્વારપાલ દ્વારા પ્રશ્નો પૂછાતા અને જો તે જવાબ આપી શકે તોજ પ્રવેશ મળતો,
- અને વિધાર્થીઓ દ્વારા પણ અહીં સુધ્ધ આચરણ અને સંઘ ના નિયમો નું ફરજિયાત પાલન કરવામાં આવતું.
- અહીં શિક્ષા પદ્ધતિ મૌખિક વ્યાખ્યાયન ની હતી. અહીં ત્રણ શ્રેણી ના આચાર્યો રહેતા . સામાન્યશ્રેણીનાંઆચાર્ય , મધ્યશ્રેણીના આચાર્ય અને પારંગતશ્રેણી ના આચાર્યો હતા.
- અહીં બધા વિષયો ની તો ચર્ચા થતીજ સાથે સાથે ત્રિપિટકો ની પણ ખાસ ચર્ચા કરવામાં આવતી.
- હવે જ્યારે હ્યુ-એન-ત્સાંગ જ્યારે આવે છે નાલંદા માં ત્યારે અહીં ના મુખ્ય આચાર્ય શીલભદ્ર હતા.
- અ ઉપરાંત ધર્મપાલ ,ચંદ્રપાલ અને કમલશીલ પણ અહીં આચાર્ય ની શ્રેણી માં રહી ચૂકેલ હતા .
વિદ્યાપીઠ નું પતન :
- આ વિદ્યાપીઠ નું પતન 13મી સદી માં બખ્તિયાર ખિલજી દ્વારા થાય છે. આની માહિતી આપણ ને મુસ્લિમ ઇતિહાસકાર મીનહાજ અને તીબ્બતી ઇતિહાસકાર તારાનાથના પુસ્તકો માથી મળે છે.
- આટલી મોટી જ્ઞાનધારાના અંતની કથા એવી છે કે તુર્કી આક્રમણકારીઓમાંના બખ્તિયાર ખિલજીને એક બીમારી લાગુ થઇ હતી કે જેનો ઈલાજ હકીમ પાસે ન હતો. પરંતુ ભારતીય વૈદ્ય નાલંદા ના મુખ્ય અધ્યાપક રાહુલ શ્રીભદ્ર એ (આયુર્વેદ વિભાગના મુખીયા ) ઈલાજ જાણતા હતા. તેમણે ઈલાજ કરાવ્યો પણ ત્યારથી જ તેમના મનમાં એક આગ ભભૂકી કે હકીમોનું જ્ઞાન અધૂરું છે અને હિન્દુસ્તાની વૈદ્યો પાસે અનેકગણી વિદ્યા અને જ્ઞાન છે. જો આ રીતે જ ચાલતું રહ્યું તો ભારતના વૈદ્યોનું જ્ઞાન આગળ નીકળી જશે. પછી તેમણે વિચાર્યું કે નાલંદાના અસ્તિત્વને જ રગદોળી નાખીએ .તેને એવુજ કર્યું .નાલંદા ના પુસ્તકાલયો ને આગ લગાવી અને ત્યાંનાં આચાર્યો , અધ્યાપકો, અને વિધ્યાર્થીઓ સહિત હત્યા કરવામાં આવી , ઈતિહાસમાં લખ્યું છે કે નાલંદા નું પુસ્તકાલય છ મહિનાઓ સુધી સળગતું રહ્યુ હતું . આ રીતે વિદ્યાપીઠનો અંત આવ્યો
- તારાનાથ દ્વારા તો એવું પણ કહેવાયું કે બકતીયાર ખિલજી દ્વારા નાશ થયો એ પહેલા જ આ નાલંદા વિદ્યાપીઠ ના પતન ની શરૂઆત આચાર્યોના અંદરો અંદર કલેશ થી જ થઈ ગઈ હતી.
- આમાં આ ભયંકર અગ્નિ માં ભારતની અમૂલ્ય ધરોહર બળીને રાખ થઈગઈ.
- જ્યારે ભારત પાસે જે જ્ઞાનનો અમૂલ્ય ભંડાર હતો. તે થોડી જ ક્ષણો માં શૂન્ય થઈ ગયો.
- આજે જો નાલંદા વિદ્યાપીઠ હોત તો ભારત વિશ્વમાં કોઈક અલગ જ દરજ્જો ધરાવતો હતો .
- નાલંદા વિદ્યાપીઠણો લોહિયાળ ઇતિહાસ કરૂણ અને હ્રદય દ્રાવક છે. જેની માહિતી બહુ ઓછા લોકો ને છે.
- આખો ઇતિહાસ જોતાં ખ્યાલ આવે કે ખરા અર્થ માં નાલંદા જ્ઞાનનું મંદિર હતી.
CREATOR:
VAISHALIBA VAGHELA
EDITOR:
HETALBA VAGHELA
Thank you mam for this information 🙏
ReplyDeletenice
ReplyDelete