તક્ષશિલા વિદ્યાપીઠ


ભારત ની પ્રાચીન વિદ્યાપીઠ તક્ષશિલા

  •              વર્ષો થી ભારત દેશનો અનોખો ઇતિહાસ રહ્યો છે . અને એમાંય જ્યારે વિદ્યાની વાત આવે ત્યારે તેનું મહત્વ અનેરું  થઈ જાય  છે . પ્રાચીન ભારતમાં જે વિદ્યાપીઠો હતી એ ના ભૂતો ના ભવિષ્યતિ એવું કહીએ તો પણ કઈ ખોટું નથી .પ્રાચીન ભારતની વિદ્યાપીઠો જોવા જઈ તો એમાં તક્ષશિલા ,નાલંદા, વલ્લભી, વિક્રમશીલા, જગદ્દલા ,પુષ્પગીરી, સોમપુરા,દંતપૂરી , રત્નગીરી, મિથિલા, ઉજ્જૈની અને કાંચીપુરમ વગેરે જેવા અનન્ય  વિદ્યાકેન્દ્રો હતાં. જો કે આ એક સંપૂર્ણ  યાદી નથી , હજુ આજે પણ પુરાતત્વવિદોને આવી અનેક વિદ્યાપીઠોનાં અવશેષો  આ સ્થળૉએથી પ્રાપ્ત થતાં જાય છે.

  • મિત્રો , આજે હું તમને જે માહિતી આપવાની છું એ પ્રાચીન ભારતના શિક્ષાના જે ચાર   મહાકેન્દ્ર હતા . તક્ષશિલા ,નાલંદા , વિક્રમશીલા અને વલ્લભી  તેમાનું  એક  કેન્દ્ર તક્ષશિલા છે . જેના .વિષે આજે આપણે ચર્ચા કરીશું .

  • અને હા  મિત્રો આજના ટોપિક તમને મુદ્દા પ્રમાણે જોવા મળશે કેમ કે અમે આ પોઈન્ટ તમારી લેખિત પરીક્ષા ને  ધ્યાનમાં રાખી ને બનાવેલ છે. જેથી તમે સરળતા થી  યાદ રાખી શકો  અને પધ્ધતિસર લખાણ રજૂ કરી શકો . તો આવો શરૂ કરીએ .


                                તક્ષશિલા વિદ્યાલય




પ્રસ્તાવના :

· ભારતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠોમાની એક ગણી શકાય .
· તક્ષશિલા વિદ્યાપીઠ એ પ્રાચીન સમયમાં તક્ષશિલા નામની રાજધાનીમાં આવેલી હતી.
· પરતું અત્યારે આપણને તે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠના અવશેષો  હાલના પાકિસ્તાનના પંજાબ                  . પ્રાંતના રાવલપિંડીમાંથી મળી આવ્યા છે.
· હવે પ્રાચીન સમયમાં આ જે તક્ષશિલા (શહેર) હતું,  તે  ગંધાર જનપદની રાજધાની હતી
  (ગંધાર  જનપદની માહિતી આપણ ને ઋગ્વેદ અને મહાભારત જેવા ગ્રંથો માંથી મળે છે.)
· આ ઉપરાંત તક્ષશિલા રાજધાની ની માહિતી આપણને વાલ્મીકિ રચિત રામાયણમાંથી પણ  મળી આવે  છે    જેની સાથે એક કથા જોડાયેલી છે .

· કહેવાય છે કે પ્રભુ શ્રીરામ ને ત્રણ ભાઈ હતા એમના ત્રીજા નંબર ના ભાઈ ભરત હતા. જેમના બે પુત્ર હતા એક નું નામ હતું  તક્ષ  અને બીજા નું નામ હતું પુષ્કલ . હવે એવું કહેવાય છે કે ભરત  એમના બે પુત્રો ને ગંધાર પ્રદેશ વહેચી આપે છે . કેમ કે ગંધાર પ્રદેશ એ વખતે બહુ વિસ્તૃત ગણાતો  હતો. તો દક્ષિણ નો ભાગ તક્ષ ને આપે છે અને ઉત્તર નો ભાગ પુષ્કલ ને આપે છે આ બંને ભાઈ ઓ એ પોતનાં નામ ઉપર પાછળ થી બે રાજધાની ઓ બનાવી જેમાં એક હતી તક્ષ ના નામ પર થી તક્ષશિલા અને પુષ્કલ  ના નામ પર થી પુષ્કલાવતી. બસ આ રીતે તક્ષશિલા નામ  ની રાજધાની બની હશે એવું માનવામાં આવે છે.

· આ રાજધાની ઉત્તરાપથ માર્ગ , સિંધુ નદી માર્ગ  , અને ઉત્તર પશ્ચિમી માર્ગ આ ત્રણેય માર્ગ ની મધ્ય માં આવેલી હતી . જેના થી જે તક્ષશિલા વિદ્યાપીઠ હતી એનો પ્રચાર અને પ્રસાર બહુ સારી રીતે થયો.


 ઉદભવ અને વિકાસ ની માહિતી:
  •         હવે , આપણે જોઈએ  કે આપણી આ તક્ષશિલા વિદ્યાલય ની સ્થાપના ઇસ. પૂર્વ  ૭૦૦. માં થઈ .     પરતું આનાં બીજા કોઈ એવા સ્ત્રોત નથી મળતા કે આપણે ચોક્કસ કહી શકીએ .


·         આ વિદ્યાલય માં વિદ્યાથીઓ   ની સંખ્યા ૧૦૫૦૦ ની આસપાસ હતી.અને વિષયો ૬૦ થી પણ વધુ હતા. જેવા કે આયુર્વેદ,ધનુર્વેદ, વેદવેદાંત , હસ્તીવિદ્યા, અશ્વવિદ્યા, વ્યાકરણ, દર્શનશાસ્ત્ર , જ્યોતિષ, વાણિજ્ય ,સંગીત, નૃત્ય, ચિત્રકલા , વગેરે .

·         અહીં  શરૂઆત માં અભ્યાસ ની વ્યવસ્થા  ગુરુકુળ જેવી હતી કે  એક સંકૂલ હતું અને એમાં જુદા જુદા આશ્રમો હતા .તેમાંથી  વિદ્યાથીઓ જુદા જુદા ગુરુઓ જોડે થી વિદ્યા પ્રાપ્ત કરી શકતા .

·         પાછળ  થી આ ને વિદ્યાપીઠ (university) ની રૂપ માં સંકલિત કરવામાં આવી. તથા જો આ વિદ્યાપીઠ ની સ્થાપના ઇસ. પૂર્વ ૭૦૦ ની  ગણાતી હોય તો એ વખતે બુધ્ધ  ધર્મ નો  ઉદય નહોતો, એટલે કે હિન્દુ ધર્મ વધુ પ્રચલિત હતો તેથી જે કોર્સ હતા એ પણ હિન્દુ ધર્મ મુજબ ના જ હતા.

·         સમય જતાં  છઠ્ઠી સદી ની આસપાસ બુધ્ધ ધર્મ નો ઉદય થાય છે  અને તે ધર્મ નો સારો એવો ફેલાવો થાય છે. ત્યાર બાદ ઇસ ની પ્રથમ સદી માં મૌર્ય વંશ ની શરૂઆત થાય છે. એટલે કે જેમ જેમ સમય જાય  છે તેમ તેમ આ વિદ્યાપીઠ એ હિન્દુ અને બુધ્ધ ધર્મ નું કેન્દ્ર  બની જાય  છે. અને પછી તો આ વિદ્યાપીઠ ની એટલી બધી નામનાં થાય છે કે સમસ્ત વિશ્વ માં થી વિદ્યાથી ઓ શિક્ષણ લેવા માટે અહીં  પ્રેરાય  છે.

·         અહીં  અભ્યાસ શુલ્ક લેવામાં આવતો ન હતો પણ અહીં  ૧૨૦ થી પણ વધુ નાંના નાના રાજ્યો ના રાજકુમાર ભણતા હતા જેથી આ કુમારો ની રાજધાની ઓ તરફ થી અનુદાન આવતા. અને જે ગરીબ વિદ્યાથી હતા એ અનુદાન ના આપી શકતા , જેથી પોતાની ફરજ સમજી એ લોકો વિદ્યાપીઠ ના દૈનિક કામો માં મદદ કરતાં.

·         હવે આ જે તક્ષશિલા વિદ્યાપીઠ હતી એ ચિકિત્સા માટે બહુ પ્રખ્યાત હતી (જ્યારે સિકંદર ભારત આવે છે એ સામે દરમ્યાન ) આયુર્વેદને (ચિકિતસશાસ્ત્ર ) ઉંચાઇ એ લાવનાર ચરક તક્ષશિલાના જ વિદ્યાર્થી હતા,અને ત્યાંનાં આચાર્ય પણ હતા , જેમના ગુરુ મહર્ષિ શુશ્રુત  હતા .અહીં  ચિકિત્સા માટે ૭ વર્ષનો નાનો કોર્સ અને ૧2 વર્ષનો સંપૂર્ણ કોર્સ પણ હતો .

·         પાલિ ગ્રંથો પ્રમાણે જાણીતા ચિકિત્સક અને વૈદ્ય જીવક, તક્ષશિલાના વિદ્યાર્થી હતાં.તથા  વિશ્વને નિયમબદ્ધ સંસ્કૃતભાષાનું વ્યાકરણ આપનાર પાણિની પણ તક્ષશિલાના જ વિદ્યાર્થી હતા.

·         તથા  કૌસલરાજ,પ્રસિનજીત, મલ્લસ , સરદાર બંધુલ , લીછવી મહાલી, અંગુલીમાલ લુંટેરો, અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બધા પણ અહીં ના શિષ્ય હતા.

  •                      તેથી ચોક્કસપણે કહી શકાય કે તક્ષશિલાએ વિશ્વને અનેક ધુરંધર આપ્યા છે.,


·         જાતકકથાઓ પ્રમાણે વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણપ્રાપ્તિ માટે તક્ષશિલા જતાં જ્યાં તેમને વેદોનું જ્ઞાન પણ અપાતું.
·         અને  અન્ય ૧૮ કળાઓ પણ શીખવાડાતી. એમાં બાણવિદ્યાની પણ ઘણીજ માંગ રહેતી.તથા  કળા અને સંસ્કૃતભાષાની સમૃદ્ધિમાં પણ તક્ષશિલાનું મહાન યોગદાન ગણાતું .
         ·         આચાર્ય ચાણક્ય જે કૌટિલ્ય  થી ઓળખાય છે. તેમનાં દ્વારા રચિત અર્થશાસ્ત્રગ્રંથ તક્ષશિલામાં
              .          .. .
·         વૈદકશાસ્ત્ર (Medicine), ન્યાય અને સૈન્ય પ્રશિક્ષણ (Military Academy) માટે અલગ વિદ્યાલય રહેતાં.
       ઉપલબ્ધિઓ :
·         રાજા બિમ્બીસારને ભગંદર (Fistula) ના રોગમાંથી જીવકે મુક્તિ અપાવી હતી અને પરિણામસ્વરૂપ મગધ અને બૌદ્ધસંઘનાં વડા ચિકિત્સક (Head Doctor) ની પદવી પ્રાપ્ત થઇ હતી.
·         ઉજ્જૈનીનાં રાજા પ્રદ્યોતને પણ કમળાના (Jaundice) રોગથી મુક્ત કરનાર જીવક જ હતો. એક વ્યાપારીનો પ્રસંગ વર્ણિત છે જેને માથાના દુઃખાવાથી જીવકે મુક્ત કર્યો હતો. તેણે દર્દીને પથારીમાં બાંધ્યો, માથાના ભાગની ચામડી કાપી, ઘામાંથી બે કીડાઓ કાઢ્યાં, ઘાને બંધ કર્યો, ચામડીને ફરી પાછી વ્યવસ્થિત કરી અને શાંતિથી શસ્ત્રક્રિયા પૂર્ણ કરી. ઉલટપુલત થયેલાં આંતરડાઓની શસ્ત્રક્રિયા પણ જીવકનાં નામે બોલે છે.
    વિદ્યાપીઠ નું પતન:
·         ઈ.સ. ૪૦૫ માં ફા-હિ-યાન અને ઈ.સ. ૬૩૦ – ૬૪૩ માં હ્યુ-એન-સાંગ  આ બંને ચીની યાત્રીઓ દ્વારા તક્ષશિલાની મુલાકાત લેવાઈ હતી..પરતું  ૫મી-૬ઠી સુધીમાં  હુણો દ્વારા નાશ થવાથી હ્યુ-એન-સાંગની મુલાકાત વખતે તક્ષશિલા ખંડેરમાં ફેરવાઈ ચુક્યું હતું.
·         ૫મી-૬ઠી  શતાબ્દીમાં લખાયેલી બુદ્ધ જાતક કથાઓ પ્રમાણે કહેવાય છે કે “ તક્ષશિલા વિદ્યાનું એક પરમધામ હતું.” આ બધી માહિતી પર થી જણાવેલ વાક્ય સિધ્ધ થાય છે.
       

                                                 
                                                                                                                    CREATOR :  VAISHALIBA  VAGHELA                                                                                      EDITOR :    HETALBA  VAGHELA 



















  
·         

Comments

Popular posts from this blog

નાલંદા વિદ્યાપીઠ

ત્રણ વિશ્વવિદ્યાલય ની સરખામણી