વિક્રમશીલા વિદ્યાપીઠ




   
વિક્રમશીલા વિદ્યાપીઠ







પ્રસ્તાવના:


  • પ્રાચીન સમયથી આપણા દેશમાં શિક્ષણનું મહત્વ ઘણું જ રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ માટેના મુખ્ય ચાર મહાકેન્દ્રો હતા. જેમાં તક્ષશિલા, નાલંદા , વિક્રમશીલા અને વલ્લભી  વિશ્વવિદ્યાલયનો સમાવેશ થાય છે.
  • ચારેય  વિશ્વવિદ્યાલય વિશ્વભરમાં પ્રખ્યાત પામ્યા તા .
  • ભારતની ત્રીજી વિશ્વવિદ્યાલયના સ્થળને લેઈને ઇતિહાસકારો માં અલગ અલગ મતમતાંતર જોવા મળે છે .
  • પરંતુ તીબટ્ટી  બૌદ્ધ  ગ્રંથોના અનુવાદ પછી તેના આધાર પર આ વિશ્વવિદ્યાલય એ બિહાર ના ભાગલપુર નજીક સ્થિત હસે એવું અનુમાન કરવામાં આવ્યું.
  • હવે આ વિશ્વવિદ્યાલય ના અવશેષો બિહાર ના ભાગલપુર નજીક અંતિચક નામાં ના ગામ આગળ થી મળી આવેલ છે.
  • જે આશરે ૧૦૦ એકર માં ફેલાયેલા છે. હાલ માં આ સ્થળ ને મ્યુઝિયમ માં પરિવર્તિત કરી દેવામાં આવેલ છે .
  • આ અવશેષો શોધી કાઢવાનું કામ આપણા પુરાતત્વ ખાતા એ કર્યું .  જેમાં એક પુરાતત્વવિદ હતા ડી સી વર્મા અને તેમની ટીમ દ્વારા આ ભગીરથ કામ  હાથ ધરવામાં આવ્યું .અને તેમની સફળ મહેનત થી આપણ ને આ જગ્યા પરથી અવશેષો પ્રાપ્ત થયા,
  • આ ઉપરાંત વિક્રમશીલા વિશ્વવિદ્યાલય ની માહિતી તારાનાથ નામાંના બૌદ્ધ સાધુ ના લેખનો પર થી પ્રાપ્ત થાય છે.




ઉદભવ અને વિકાસ  :



  • વિક્રમશીલા  ની સ્થાપનાં આઠમી સદી માં થઈ હતી.
  • પાલ શાશક ધર્મપાલ દ્વારા વિક્રમશીલા ની સ્થાપનાં કરવામાં આવી હતી.અને આ પાલ શાશકો દ્વારા જ વિક્રમશીલા ને  સરક્ષણ આપવામાં આવેલ છે.
  • તથા આ ધર્મપાલ શાશક ને  વિક્રમશીલ” નામની ઉપાધિ મળી હોય છે, જેના પર થી જ વિશ્વવિદ્યાલય નું નામ  “વિક્રમશીલા” પડ્યું હશે એવું કહેવાય છે.
  • હવે આ વિક્રમશીલા  બનવાનો ખ્યાલ ધર્મપાલ  ને કેમ આવ્યો તો એનું પણ કારણ હતું  . કે જ્યારે નાલંદા વિશ્વવિદ્યાલય પતન ના આરા  ઉપર હતી , અને  ધર્મરાજે જોયુ  કે નાલંદા માં આચાર્યો ના કલેશ ના કિસ્સા વધી રહ્યા છે, શિક્ષણ ની ગુણવત્તા પહેલા જેવી નથી રહી, અને બીજું એ કારણ હતું કે વિશ્વમાં બૌદ્ધ ધર્મનો  ઘણો  પ્રસાર થઈ ચૂક્યો હતો ,અને હવે એ ધર્મ પણ પતન ના આરા પર આવી ઉભો  હતો, બસ આ બંને કારણો ને લઈ ધર્મપાલે એક નવા વિચારો સાથે આ વિશ્વવિદ્યાલય ની સ્થાપના કરી જેના થી શિક્ષણ ની ગુણવત્તા સારી થાય અને બુદ્ધ ધર્મનું પતન અટકાવી શકાય.
  • એ સમયે ધર્મપાલે  શરૂઆત માં વિખ્યાત દસ આચાર્યની નિમણુંક કરી હતી. પછી તો એ સંખ્યા વધતી ગઈ. કહેવાય છે કે અહી ૩૦૦૦ હજાર ની આસપાસ શિક્ષકો હતા . અહી થી વિધાર્થીઓ ની સંખ્યા કેટલી હસે એનાં ચોક્કસ આંકડા મળ્યા નથી . પરંતુ હા જો શિક્ષકો ની સાંખ્ય આટલી છે તો વિધ્યાર્થીઓ તો તેના થી ત્રણ કે ચાર ગણા વધુ જ હશે. એટલે કે ૯૦૦૦ કે ૧૨૦૦૦ ની આસપાસ વિધ્યાર્થીઓ ની સંખ્યા હશે એવું માનવામાં આવ્યું છે.
  • અહીં મુખ્ય પ્રમુખ આચાર્ય રહેતા અને તેમની નીચે છ પેટા આચાર્ય રહેતા , એમની એક સમિતિ બનાવવામાં આવી હતી જે સમિતિ વિધ્યાર્થીઓ ને એડ્મિશન આપવા થી માંડી ને , પરીક્ષા લેવી, પદવી આપવી , તથા તેમની રહેવાની વ્યવસ્થા કરવી વગેરે જેવી બધી પ્રવર્તિઓ આ સમિતિ દ્વારા કરવામાં આવતી.
  • વિષયો નાલંદા વિશ્વવિદ્યાલય કરતા ઓછા હતા .  જેવા કે વ્યાકરણ ,ન્યાયશાસ્ત્ર  ,તત્વજ્ઞાન ,અધ્યાત્મવિધ્યા , ચિત્રકલા,  અને બૌદ્ધ ધર્મ ના ત્રિપિટકો ની પણ શિક્ષા આપતી હતી.
  • આ વિશ્વવિદ્યાલયના દરેક પ્રવેશદ્વાર પર એક-એક પ્રવેશિકા પરીક્ષાગૃહ હતો.
  • આ બધા જ દ્વાર પર એક એક મહાન વિદ્વાન હતા. પ્રવેશ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીને જ અહીં પ્રવેશ મળતો.
  • હવે જે વિધાર્થીઓ અભ્યાસ સંપૂર્ણ કરી લેતાઅને જે તે વિષયો માં જે વિધ્યાર્થીઓ ની નિપૂર્ણતા આવી જતી માત્ર  એવા જ  વિધાર્થીઓને બંગાળ ના શાશકો દ્વારા પદવી આપવામાં આવતી.
  • તથા  તિબેટીયન વિદ્યાર્થીઓની સંખ્યા અહીં સૌથી વધુ હતી. હવે એમાં  એક કારણ હોઈ  શકે કે ધર્મપાલ રાજાનાં તિબેટ સાથે બહુ સારા સબંધો હતા. એટલે એમને વિક્રમશીલ ના મુખ્ય આચાર્ય અતિશ દિપાંકર  અને શ્રીજ્ઞાન  એમને ત્યાં મોકલ્યા અને તે બંને બૌદ્ધ ધર્મ પર બહુ સારું કામ કર્યું  અને ત્યાં ધર્મનો ફેલાવો કર્યો.
  • આ ઉપરાંત તિબેટ થી જે અતિથિ આવતા એમના માટે વિક્રમશીલા  માં ખાસ તે લોકો માટે અતિથિગૃહ જોવા મળ્યા છે. જે બીજા કોઈ ખાસ વિદેશી લોકો કે બીજા વિધ્યાર્થીઓ  માટે આ વ્યવસ્થા નહતી.
  • તથા વિક્રમશીલા  ની સ્થાપત્ય કલા પણ બહુ સુંદર હતી તેમાં ૧૬૦ જેટલા વિહાર હતા. (રહેવા માટે ના ઓરડા) જે કલાત્મક રીતે સુશોભિત હતા . તેથી તેને“રાજગ્રીહ મહાવીહાર” ના નામે પણ ઓળખવામાં આવતા .
  • હવે, નાલંદા વિશ્વવિદ્યાલય માં હીનયાન શાખા નો પ્રભાવ હતો જ્યારે  અહી વજ્રયાન શાખા નો પ્રભાવ વધુ જોવા મળતો હતો.
  • કહેવાય છે કે , મહાયાન શાખા માં તંત્રવિધ્યા નો  ઉદય થાય છે, જેના થી એક નવીજ શાખા ઉદભવે છે જે છે આપણી વ્રજયાંન શાખા .

  • પતન નું કારણ :


  • હવે વિક્રમશીલા ને ઇસ. ૧૨૦૨ થી ૧૨૦૩ માં (૧3 મી સદી ) બખ્તિયાર  ખિલજી દ્વારા બાળી નાખવા માં આવી હતી
  • હવે આનો ઉલ્લેખ આપણ ને  “ તબકાંતે નાશીરી”  નામ ની પુસ્તક માંથી મળે  છે , જે મુસ્લિમ ઇતિહાસકાર “મીનહાજ દ્વારા રચાયેલી છે.
  • એમાંથી એવું પણ જાણવા મળ્યું કે જેમ નાલંદા નું ઈર્ષા  ની ભાવના થી પતન થયું  હતું એમ અહી કારણ જુદું છે, કહેવાય છે કે ખિલજી ને આ વિશ્વવિધ્યાલય એ એક કિલ્લો લાગે છે , તેથી તે તેના પર ઓચિંતું આક્રમણ કરી ભસ્મ કરી નાખે છે,એને એવો ખ્યાલ નથી હોતો કે આ એક વિધ્યાપીઠ છે,
  • આમ , પાલવંશી રાજાઓના અધ:પતનની સાથોસાથ આ વિશ્વવિદ્યાલય પણ હંમેશ માટે અંધકારમાં ગરકાવ થઈ ગઈ.
  • આમ , દુશ્મનોએ આ વિશ્વવિદ્યાલયોને લૂંટીને હંમેશાં માટે નષ્ટ કરી દીધી. તથા આપણી આ ભારતીય સભ્યતા-સંસ્કૃતિનો એટલે હદે એમને નાશ કર્યો કે તેનો પુન:ઉદ્ધાર પણ થઇ શક્યો નહીં.




 મિત્રો આપણાં યાગણવલ્ક ઋષિ એ બહુ સરસ કહ્યુ  છે કે “શિક્ષણ એ મનુષ્ય ને ચરિત્ર્યવાન અને સંસાર માટે ઉપયોગી બનાવે છે” એવું આ વિદ્યાપીઠો પર થી ચોક્કસ કહી શકીએ .ભલે તેનો નાશ થઈ  ચૂક્યો છે છતાં , હજી પણ આ વિશ્વવિદ્યાલયો ના અવશેષો તેની ભવ્યતા ની ગાથાઓ ગાય  છે. 





 CREATOR : VAISHALIBA VAGHELA

EDITOR : HETALBA VAGHELA 









Comments

Popular posts from this blog

નાલંદા વિદ્યાપીઠ

ત્રણ વિશ્વવિદ્યાલય ની સરખામણી

તક્ષશિલા વિદ્યાપીઠ