મેઘદૂત ઓપરેશન (કોટી કોટી વંદન વીર જવાનો ને )
મેઘદૂત ઓપરેશન મિત્રો , પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે આપણાં ભારતીય વીર જવાનો હંમેશા યોદ્ધા ની જેમ સજ્જ હોય છે .આપણી ભારતીય સેનાનો મુખ્ય ઉદેશ્ય જ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા અને અખંડિતતા રાખવાનો છે. તથા રાષ્ટ્રને બહાર આક્રમણો અને આંતરિક જોખમો સામે રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત આપણી સીમાઓ પર શાંતિ અને સલામતી બની રહે તે જોવાનું છે.તથા દેશમાં કુદરતી આફતો સમયે , તથા અન્ય આંતરિક અશાંતિ સમયે , અને જાનમાલનાં બચાવ અભ્યાનો પણ ચલાવે છે. આ બધાજ કાર્યો દેશ ની ત્રણ પાંખ કેજે છે, ભૂમિદળ, વાયુદળ ,અને નૌકાદળ જે હમેશાં તત્પર રહે છે દેશ ની રક્ષા કરવા માટે એમના દ્વારા થાય છે. તો આજે આપણે ભૂમિદળ અને વાયુદળ ના સંયુક્ત સાહસ અને અદભૂત શૌર્ય ની વાત કરવાના છીએ જેમાં આપણા ભારતીય સેનાના વીર જવાનોએ સૌથી વેરાન જગ્યા પર આન ,બાન ,અને શાન થી તિરંગો લહેરાવ્યો . દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર એટલેકે “સિયાચીન ગ્લેશિયર” ( સિયા નો બાલ્તી ભાષામાં અર્થ “જંગલી ગુલાબ “ તથા ચીનનો બાલ્તી ભાષામાં અર્થ “ભરમાર” થાય છે,આમ સિયાચીનનો...